જગમાં `મા' દેખાતી નથી, તોય એ સાચી કહેવાય છે
એની લીલા અનુભવાયે ઘણી, તોય એ નાશવંત ગણાય છે
વાયુ તો દેખાતો નથી, તોય સ્પર્શે અનુભવાય છે
વણઉકેલ્યા ઉકેલો ઊકલે, હૈયું હસ્તી કબૂલવા લાગી જાય છે
બીજાનું મોત જોતાં સર્વે, એક દિવસ એ સ્પર્શી જાય છે
ડર લાગે એનો ઘણો, મોત પહેલાં એ મરી જાય છે
સુખદુઃખ દેખાતાં નથી, અનુભવે એ અનુભવાય છે
પ્રારબ્ધ તો દેખાતું નથી, ભોગવી છૂટી જવાય છે
ભક્તિધારા હૈયે વહે જ્યારે, ભાવ હૈયે અનુભવાય છે
પોતાનું હૈયું એ દે છે ભીંજવી, `મા' નું હૈયું પણ ભીંજાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)