જંગ જીવનના જીવનમાં જ્યાં મંડાણા, ઢંગ જીવનના એમાં બદલાણા છે
કરી તૈયારી જીવનની જીવનમાં, જંગ જીવનના તો જ્યાં મંડાણા છે
ઝડપાયા જીવનમાં જ્યાં ગફલતમાં, રંગ જીવનના તો એમાં બદલાયા છે
કર્યાં લોભ-લાલચે હુમલા ઘણા જીવનમાં, જીવનનાં મૂલ્યો એમાં બદલાયાં છે
માંડી રમત વિશ્વાસની જીવનમાં, અસંતોષના દાવ એમાં ખોરવાયા છે
પ્રેમના સાગરમાં નીકળ્યા તરવા, ના જીવનના સાચા કિનારે પહોંચ્યા છે
ઘેરાયેલા છીએ ચારે દિશામાં દુશ્મનોથી, દાવ જંગના ખેલવા પડવાના છે
સાથ-સંગાથના કરવા પડશે વિચાર, ના એ વિચાર જીવનમાં ભૂલવાના છે
દુઃખદર્દ બેઠા છે તાકીને નિશાન, દાવપેચ એની સામે લડવાના છે
હામ રાખી હૈયામાં જીવનમાં, યત્ન પુરુષાર્થના જરૂર તો કરવાના છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)