એક દિવસ સોનાનો સૂરજ ઊગશે, સોનેરી કિરણો એનાં પથરાશે
દિલની વાત ના દિલમાં રહી જાશે, પહોંચાડવી છે ત્યાં પહોંચાડાશે
દુઃખનાં કિરણો જાશે હટી, કિરણો સુખનાં જીવનમાં તો રેલાશે
આભના તારલા આભમાં રહેશે, રમત એની હૈયામાં તો મંડાશે
પ્રેમતણાં પુષ્પો દિલમાં ખીલશે, જીવનમાં ફોરમ એની ફેલાશે
નાદાનિયતપણામાં ભૂલીને કર્તવ્ય, ના પળો જીવનમાં ગુમાવશે
આંખો જગમાં તો સહુની, કરુણાનાં નીર એમાંથી વહાવશે
હશે સપનાં સહુનાં નિર્મળ, સપનામાં વેર પળ તો ના દેખાશે
દુર્ગમ રસ્તા જીવનના જગમાં તો, સહુને સુગમ તો બની જાશે
કર્તવ્યને સહુ જીવનમાં પ્રભુ સમજીને, કર્તવ્યની તો પૂજા કરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)