ધરતીના ખૂણેખૂણાથી છે અજાણ, તારા મનના પટથી છે અજાણ
તારા ભાવોના પટથી છે અજાણ, તારા અંતરના પટથી તો છે અજાણ
અજાણતામાં ને અજાણતામાં રાચતો રહ્યો, રહ્યો જગમાં તારાથી ને તારાથી અજાણ
ઊઠે જાણીતામાંથી પરપોટા અજાણ્યા, પડશે બનવું જગમાં સુજાણ
તારા ભાવિથી છે અજાણ, તારી વૃત્તિથી છે અજાણ જીવનમાં છે ઘણાથી અજાણ
તારાં પૂરા વિચારોથી છે અજાણ, તારા અહંથી છે અજાણ, રહ્યો છે દેતો એનાં પ્રમાણ
તારા કર્મોથી અજાણ, તારા વર્તનથી અજાણ, વર્તી રહ્યો છે હોય જાણે કોઈ દબાણ
દબાઈ રહ્યું છે જીવન કોઈ ને કોઈ તાણથી, તાણી રહી છે કોઈ ને કોઈ તો તાણ
રહ્યો છે માયામાં રમતો ને રમતો, રહેવું છે પ્રભુસ્મરણમાં જીવનમાં રમમાણ
અનેક તાણો તાણી રહી છે જીવનને, અનેક તાણોથી રહ્યો જીવનમાં અજાણ
અજાણ્યા ને અજાણ્યા રહેવામાં તો, રહી ગયો જીવનમાં પ્રભુથી તો અજાણ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)