છે ઘોર અંધારીં રાત, નથી ચંદ્રનો પણ પ્રકાશ
નાના નાના તારલિયાના, તેજે કાપી રહ્યો જીવનની રાહ
કળાય રાહ કેટલી, છે બાકી કેટલી, નથી કાંઈ અંદાજ
ખાલી હલનચલન, શ્વાસોશ્વાસ છે જીવંતતણાની નિશાની
સમજ નથી ઉમ્મીદ કરું શેની, નાઉમ્મીદનો નથી સવાલ
હસું તો નથી સાંભળનાર પાસે, રડું તો નથી કોઈ રોકનાર
જલાવું તો જલાવું દીપક શેનો, છે ચારેકોર તો અંધકાર
ના જોવું મુજને, ના જોવું અન્યને, અંધકારનો છે પડકાર
દિલમાં છે વેદના, દિલ છે દિલની સંવેદના, છે એ એક આધાર
દિલની સંવેદનાએ પ્રગટાવ્યો, દિલમાં એક અજબ વિશ્વાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)