દયાદાન દીધાં છે, સહુએ જગમાં હૈયેથી વીસરાવી
શું જમાનો આવ્યો છે, જગમાંથી માનવતા મરી પરવારી
દુઃખિયાનાં આંસુ લૂછનારા, જગમાં તો કોઈ નથી
વાતે વાતે જગમાં સહુ, એકબીજાને તો બચકાં ભરે
માન દેવું ભૂલી વડીલોને, કરતા અપમાન ના અચકાયે
તારામારામાંથી કરે ઝઘડા ઊભા, સમજદારી દીધી વિસારી
અવતરી કર્યો નાશ દાનવનો, વસતિ દાનવની ના હટી
કરવી સહાય ભૂલી જગમાં, ખુલ્લેઆમ છે લૂંટ ચાલી
ઘોંઘાટ વધ્યા સ્વાર્થના, દર્દભરી ચીસ એમાં ના સંભળાણી
ચાલી છે માનવતાની પાયમાલી, અવતાર લેવા કરો પ્રભુ તેયારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)