કરવાં ને કરવાં પડશે કર્મો જગમાં, હશે કાયા જગમાં જ્યાં સુધી
દર્દ પ્રેમનું જાગશે દિલમાં, હશે પાસે દિલ જીવનમાં જ્યાં સુધી
ભરતી-ઓટમાં અટવાઈ રહેશે નાવડી, પહોંચશે ના કિનારે જ્યાં સુધી
લેતા ને લેતા રહેજો નામ પ્રભુનું, શ્વાસ તનડામાં તો છે જ્યાં સુધી
મન મૂંઝાતું રહેશે જીવનમાં, મળશે ના રસ્તા સાચા જ્યાં સુધી
લાગશે જગમાં જીવન જીવવા જેવું, હશે પ્રેમનો વાસ હૈયે જ્યાં સુધી
સાચવી લેજો જવાનીને જીવનમાં, છે હાથમાં જવાની તો જ્યાં સુધી
આવશે ના પાસે કોઈ જીવનમાં, રેલાતું રહેશે દુઃખ મુખ પર જ્યાં સુધી
દેખાશે ના મુખ દર્પણમાં તારું, કર્યું ના હશે સાફ એને જ્યાં સુધી
મળશે ના મુક્તિ જીવનમાંથી, થાશે ના ઇચ્છા નિર્મળ જ્યાં સુધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)