એક એક આંસુની કિંમત છે મોટી, છે છુપાયેલી કહાની જુદી જુદી
કરજો ના આંસુઓથી ધરતી ભીની, થઈ જાય ભલે ધરતી હૈયાની ભીની
ઝીલી રહી છે અનેક વર્ષાનાં બિંદુ, ઝીલી ના શકશે આંસુઓનાં બિંદુ ધરતી
રાખજે કાળજી, પડે ના આંસુઓનાં, બિંદુ તો ધરતી પર તો કદી
દર્દે દર્દે થાતી રહી છે, હૈયામાં તો ધારા ને ધારા એની તો ઊભી
ધારા એના કાજે વહે ના ખાલી, બનાવી ના દેજે એને નબળાઈની કડી
ભીનાં ને ભીનાં રહેશે હૈયાં આંસુઓથી, ઉમંગનાં પુષ્પો શકશે ક્યાંથી ખીલી
સુકાવી ના દેજે આંસુઓને હૈયામાં, ખોટી વરાળ હૈયામાં દેજે ના ભરી
સુખ છે સંપત્તિ, દુઃખ છે આપત્તિ, સમજી-વિચારી કરજે એને ભેગી
થાવા દેજે દિલની ધરતી પ્રેમથી ભીની, થાવા ના દેજે એને દર્દથી ભીની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)