જોઈ જોઈ જોશો શું, જુઓ છો જે, એ તો બહારનું રૂપ
જોશો ક્યાંથી અંતરનું રૂપ, છું અજાણ્યો તો જેનાથી તો હું
કદી શકશે રેખાઓની દીવાલોનું દર્શન, પૂરાયેલો છું જેમાં હું
કરશો તો જ્યાં વાતો એની, મળશે દર્શન એમાં તો બીજું
કરશો નિરીક્ષણ હાવભાવનું, મળશે દર્શન એમાં સ્વભાવનું
છું હું તો પંચ દ્વારની કેદમાં પૂરાયેલો, એક કેદી તો હું
છે પાંચે દ્વારો તો ખુલ્લાં, તોય પાંચે દ્વારમાં બંધાયેલો છું
કંઈક આશાઓ જાગે ને તૂટે, આશામાં જીવું છું ને મરું છું હું
દ્વારેદ્વારની જાગી છે મહોબત, દ્વારે દ્વારે પ્રેમી બન્યો છું
બન્યો છું મહોબતનો કેદી, તોય શક્તિશાળી મને માનું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)