લઈ લઈ ઈરદાઓ નીકળ્યા, મંઝિલે પહોંચવા જીવનમાં
કહી દેજો જવાનીના જોમને, બદલાવી ના દે ઈરાદાઓ એના
કરી છણાવટ હકીકતની, પહોંચ્યા વાસ્તવિકતાની નજદીક જીવનમાં
કહી દેજો વિચારોને, ભુલાવી ના દે જીવનની રાહ એમાં
રાખી હતી નજરને તમારી અમે તો સદા અમારી નજરમાં
કરી દેજો એ કાતિલ નજરને, કરે ના ઘા હવે તો છુપા
પકડી છે રાહ સત્યની, છે એ કાંટાળી સમજીને જીવનમાં
સમજાવી દેજો સહનશીલતાને, અધવચ્ચે છોડે ના સાથ એમાં
ટકવું છે શ્રદ્ધાના બળે જીવનમાં, છે કાપવી રાહ જીવનની શ્રદ્ધામાં
કહી દેજો શંકાને જીવનમાં, કરે ના આધારિત અડપલા એમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)