જગમાં તો છે જીવનની દોડ તો ચાલુ ને ચાલુ
કોઈ આગળ વધ્યું, કોઈ પાછળ રહી ગયું
કોઈ બેદરકારીથી ચાલ્યું, કોઈ સમજદારીથી ચાલ્યું
કોઈ મંઝિલ લઈ ચાલ્યું, કોઈ મંઝિલ બદલતું ચાલ્યું
કોઈ વાતચીતમાં ડૂબ્યું, કોઈ આળસમાં રહી ગયું
કોઈ પુરુષાર્થમાં રહ્યું, કોઈ પ્રારબ્ધનું પૂછડું પકડી રહ્યું
કોઈ આજુબાજુ જોવામાં રહ્યું, કોઈ દ્વિધામાં ડૂબી ગયું
કોઈ પ્રલોભનમાં પડયું, કોઈ જીવનની દોડ વીસરી ગયું
કર્યુ જેવું જેવું ફળ જીવનમાં, એવું એને તો મળ્યું
કોઈએ સંતનું કહ્યું માન્યું, કોઈને અહંનું ભૂત વળગ્યું
કોઈ ચીલે ચીલે ચાલ્યું, કોઈ અધવચ્ચે રહી ગયું
કોઈ મંઝિલે તો પહોંચ્યું, કોઈ રસ્તો કંડારીને ચાલ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)