ખેલ ખેલવાના છે જીવનમાં, જીવનને રણમેદાન ના બનાવ
મેળવવાની છે જીત જીવનમાં, જીવનને હારનું મેદાન ના બનાવ
આંસુઓને પ્રેમનાં મોતી બનાવ, નિરર્થક જીવનમાં ના એને વહાવ
દિલને રાખ પ્રભુ ભાવમાં ઘૂમતું, ભાળ પ્રભુની કાઢ ને કઢાવ
ચઢાણ-ઊતરાણ આવે ભાગ્યના, મનને જીવનમાં સ્થિર એમાં બનાવ
સજાગ રહેજે, નાખવા ના દેજે, દુર્ગુણોને હૈયામાં તો પડાવ
રડવું નથી તારે જો જીવનમાં, જીવનમાં અન્યને ના રડાવ
જોજે રૂઠે ના પ્રભુ જીવનમાં તારા, રૂઠે જીવનમાં એ પહેલાં મનાવ
જીવવું છે જીવન સારી રીતે, જીવનનો ધરમ જીવનમાં નિભાવ
મનને ને હૈયાને રાખજે તાણમુક્ત, એના પર તાણ ના બઢાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)