દેજો આદેશ અમને દેજો આદેશ, કરી શકીએ અમે તારા દિલમાં પ્રવેશ
લેતા રહ્યા છો તમે તો અનેક વેશ, હવે લઈને આવો અમને મનગમતો વેશ
નથી જુદા કાંઈ તમારા ને અમારા દેશ, ચાહીએ તમારા દિલમાં તો પ્રવેશ
થાતી રહે ચિંતા અમને હરહંમેશ, થાતી નથી ચિંતા તમને લવલેશ
નથી દિલ તમારું કાંઈ પરદેશ, ચાહીએ તમારા દિલમાં તો અમે પ્રવેશ
હરજો સાથ હૈયાના અમારા ક્લેશ, બદલીએ ના જીવનમાં તો અમે ઉદ્દેશ
નીકળ્યા છીએ કરવા દિલમાં પ્રવેશ, રહેવા ના દેજો અમારા દિલમાં અહંનો રોષ
રહેવું છે દિલમાં પ્રેમથી તમારા, કરી નાખજો જુદાઈ દિલમાંથી નામશેષ
રહે ને રાખજો સદા હૈયે યાદ તમારી, રહે યાદ તમારી હૈયામાં હંમેશ
કહેવું છે ઘણું, આટલું બસ છે, કહેવું નથી હવે તો આથી વિશેષ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)