કામ અહંનું સહુ કરે છે, નામ પ્રભુ જગમાં તારું લે છે
હૈયું ધબકે જગનું પ્રભુ તારા કાજે, જગના ધબકારમાં તું ને તું છે
દિનરાત રખવાળી તું કરે છે, માનવ અહંમાં શાને ડૂબે છે
કર્મો જ્યારે એને સતાવે, નામ તારું શાને એ લે છે
દુઃખદર્દની દુનિયા ઘેરે જ્યારે, ત્યારે જગમાં તને પોકારે છે
નિરાશામાં ડૂબે છે જ્યારે, અહંની દુનિયા એને સતાવે છે
આનંદ સત્કારે એને જ્યારે, દુનિયા અહંની એને મૂંઝવે છે
ઈર્ષ્યાની દુનિયામાં ડૂબે જ્યારે, અહં એમાં તો વધારે છે
અહંની દુનિયા ઉપાડો લે જ્યારે, સમતુલા એ ગુમાવે છે
અહંના શિખરે પહોંચાડે જ્યારે, પતનની ખીણમાં ગબડાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)