હજારો વાતો ને હજારો કામો, જીવનમાં રહ્યાં છે ઊભાં ને ઊભા
થાશે જીવનમાં ક્યારે એ પૂરા, રહી છે થાતી ને થાતી એની ચિંતા
સફળતા નિષ્ફળતાની કેડીમાંથી, થાય છે પસાર જીવનના રસ્તા
દુઃખદર્દના તો મોજા, ઊંચા નીચા, રહ્યા છે જીવનને કરતા
અધકચરા વિચારો ને અધકચરી હિંમતમાં રહ્યા છે એ અધૂરા
અદ્ભુત છે કુદરત, અદ્ભુત છે એના કાયદા, રહ્યા સમજવા મથતા
અહંની વેદીમાં હોમાયાં સહુ કામો, રહ્યાં કંઈક બાકી, થયાં કંઈક પૂરાં
વધતા ગયા કામોના ખડકલા, ઊભી કરી ગયા એની ચિંતા
ના શીખી શક્યા તો જીવનમાં, પૂરાં કામો તો કેમ કરવાં
કામોના બોજ વધતાને વધતા ગયા, ઊભા ને ઊભા કંઈક રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)