છે જીવનનાં અનેક પાસાં, છુપાયેલું છે અનેક વ્યક્તિત્વ વ્યક્તિમાં
કોઈ ને કોઈ પાસુ વ્યક્તિત્વનું, કોઈ ને કોઈ તો જીવનમાં ગમશે
આજે ગમતું જે, કાલે એ ગમશે, એવું ના કાંઈ તો બનશે
વાતાવરણ જ્યાં એને એનું મળશે, વ્યક્તિત્વ એમાં તો ખીલશે
શોધવી છે શાંતિ જ્યાં જીવનમાં, એ ભ્રમિત ચિત્તને ના મળશે
પ્રેમતણાં પાસાં અનેક, મળશે કયા પાસામાંથી ના કહેવાશે
ચાહે સહુ સુંદર બનવા કે રહેવા, ડહોળાયેલું જીવન ના સુંદર રહેશે
ગમતું-અણગમતું બદલાતું રહેશે, કોણ કોનું બનીને રહેશે
અનેક પાસાંમાં છુપાયેલ વ્યક્તિત્વને, કોણ સમજી શકશે
સમજ્યા વિનાનું આચરણ, એ તો જીવનમાં આંધળે બ્હેરું કૂટશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)