બૂમાબૂમ તો પાડી શાને, જીરવાયું ના કિસ્મત શાને કારણે
કરવી ના હતી મહેનત, હતું જોઈતું ફળ શું મહેનત વિના રે
જોઈ અવસ્થા મારી, મસ્તક પકડયું કિસ્મતે તો એના કારણે
અર્ધમીંચેલાં નયને, જોયાં સપનાં, થયાં ના સાકાર કયા કારણે
લાગી વ્હાલી દુનિયા સપનાની, હતો ઘડવૈયો હું એનો, એના કારણે
ટકરાઈ વાસ્તવિકતા આંખ સામે, જીરવાઈ ના એ એના કારણે
જીવન બન્યું તમાશા, કરી અવગણના એની તો એના કારણે
દુઃખદર્દ દાસ બની આવ્યાં સાથે, સમજાયું ના એ શા કારણે
હકીકતની હતી ના હડતાલ, આવી બનીને હડતાલ શા કારણે
ભક્તિ નથી પણ છે સપનું, પ્રભુને સાકાર કરવા કારણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)