લાલપીળા શાને થાઓ છો, જીવનની લીલાલહેર ગુમાવો છો
અમૃતની તો શોધમાં જીવનમાં, જીવનમાં શાને ઝેર પીતા જાઓ છો
શાંતિ પામવા જીવનમાં, શાંતિ અંતરની તો શાને ગુમાવો છો
સમજદારી કેળવવા જીવનમાં, શાને બેસમજદાર બનતા જાઓ છો
ધીરજ કેળવવી છે જીવનમાં, શાને ઊતાવળા બનતા જાઓ છો
ફેલાવવી છે સદ્ગુણોની સુવાસ, દુર્ગુણોને શાને આવકારો છો
સંબંધોને કરવા છે મજબૂત, ભૂલોને શાને યાદ કરતા જાઓ છો
વિચલિત થાવું નથી જ્યાં, શાને વારે ઘડીએ દુઃખી થાવો છો
પ્રભુપ્રેમમાં મસ્ત બનવું છે, શાને શંકામાં સરકતા જાઓ છો
રાખવા છે પ્રભુને આંખ સામે, શાને પ્રભુથી છુપાઈ જાઓ છો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)