થાકું છું જીવનની વાસ્તવિકતાથી તો જીવનમાં જ્યારે
મારી સપનાની દુનિયામાં ત્યારે લટાર મારી લઉં છું
છું પુરુષાર્થી તોય મારા પ્રારબ્ધની દુનિયામાં લટાર મારી લઉં છું
હારું કે જીતું છું જ્યારે, સપનાની દુનિયામાં લટાર મારી લઉં છું
છું ભલે કેદી મારી દુનિયામાં, ન્યાયાધીશ મારો હું બની જાઉં છું
ઝીલતો નથી સલામી જેની સપનામાં, સલામ એના ઝીલતો જાઉં છું
સળગે સંબંધોમાં જ્યાં હોળી, સપનાની દુનિયામાં આશરો લઉં છું
બેતાજ બાદશાહ છું મારી દુનિયાનો, વાસ્તવિકતાને ખોફ નજરથી જોઉં છું
પ્રભુ છે બહાર ને અંદર, એ અનોખી દુનિયામાં એને સમાવતો જાઉં છું
ભૂલભરેલી ભાવનામાં ભમું છું, સપનામાં સાકાર એને કરતો જાઉં છું
ના વિસરાય છે એવી અદ્ભુત દુનિયા, એને પણ વીસરતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)