કહેવી નથી દાસ્તાં મારી પ્રભુ, દુઃખદર્દની દાસ્તાં ક્યાં દોહરાવું
કરું છું કોશિશ કરવા સહન, એકલો ને એકલો મને એમાં માનું
અજાણતા ખેલ્યો પત્તું કર્મનું, દુઃખદર્દથી જીવન એમાં તો બંધાયું
છે પોટલું કર્મનું તો મોટું, ના હસતા ભોગવી શકું, ના ભાગી શકું
આંખ સામે દેખાય સુખનો કિનારો, દૂર ને દૂર એને તોય ભાળું
છે સંપત્તિ પુણ્યની કેટલી, ના જાણું કર્મના મારથી જીવનમાં અકળાવું
હરેક જનમમાં કહેતો રહ્યો દાસ્તાં, સુધારો એમાં તો લાવું
ભૂલ્યો ભાવ તારા, ભૂલ્યો ઉપકાર તારાઊ ક્યાંથી હૈયેથી લગાવું
જીવવું છે હસતા હસતા જીવનમાં, દેજો શક્તિ તમને ના વીસરાવું
કરવી છે સાધના નજદીક લાવવા ને આવવા, યશ એમાં તો માંગું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)