હવા બદલાઈ, ઋતુ બદલાઈ, નસીબ આડેનું પાંદડું ના બદલાયું
મનની આશાઓ, દિલના ઉમંગો, ક્યાંક એમાં ને એમાં તો દટાયું
ખ્વાબ હતાં ભલે ભીનાં ભીનાં, ધરતી હૈયાની બની ના હતી હરિયાળી
કિસ્મતની ગરમી, કહો ભાગ્યની રેખા, ગઈ બનાવી જીવનને સૂકી
સારભર્યા સંસારમાં, દીધા સંસારની અસારતા તો એણે સમજાવી
ડૂબતી આશાની નાવને દેતું હતું, કોઈ સંજોગ તો એમાંથી બચાવી
ભંગારવાડે ગયેલા મનમાંથી ઇમારત રચવા, દીધી પુરુષાર્થની કેડી બનાવી
આગળપાછળ હતું અંતરમાં અંધારું, દીધો પુરુષાર્થનો દીપક પ્રગટાવી
હેતભૂખ્યા દિલમાં અજાણ્યે ખૂણેથી, દીધી હેતની હેલી તો વરસાવી
ચાલ્યા જીવનમાં જ્યાં પુરુષાર્થની કેડીએ, દીધું નસીબનું પાંદડું નવું ઉગાડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)