ભમરડાની જેમ રહ્યું ફરતું મનડું, ચકરાવા એ તો લેતું રહ્યું
ના સ્થિર, રહ્યું ના સ્થિર બનવા દીધું, ચકરાવા લેવડાવતું રહ્યું
લીધા કદી ચકરાવા મોટા, કદી ધરી પર તો એ ફરતું રહ્યું
કદી એની ગતિએ ફર્યુ, જાણે એ તો સ્થિર ને સ્થિર લાગ્યું
ટકરાયું જે સાથે એની, ક્યાં ને ક્યાં એમાં તો એ ફેંકાઈ ગયું
કર્યો નાદ એમાં એવો એણે, આદિનાદનું સ્મરણ એણે કરાવ્યું
ચકરાવા લેતાં લેતાં પણ, એમાં એ તો ફરતું ને ફરતું રહ્યું
ખેલ્યા ખેલ ખૂબ જીવન સાથે, એ તો ખેલતું ને ખેલતું રહ્યું
બીજું બધું ગયું એ વીસરી, એની ગતિમાં ને ગતિમાં મસ્ત રહ્યું
ના સ્થિર તો એ રહ્યું, ના જીવનને સ્થિર એમાં બનવા દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)