સમજણ જ્યાં સમજી નહીં, કર્યાં દુઃખના ડુંગર ઊભા
તણાઈ તણાઈ એમાં, ચડઊતર એમાં કરવા પડયા
અંધારામાં ના દેખતી આંખડીએ, અંધારામાં દર્શન કર્યાં
ખટક્યું હાસ્ય રુદન ને, રુદને સૂરો એના એમાં છેડયા
જોનારનાં દિલ આ જોઈ હલ્યાં, માડી તારાં દિલ કેમ ના હલ્યાં
ડગલે પગલે વાગ્યા કાંટા, ઊંહકારા મુખે એમાં તો કાઢયા
કરતા સહન કાપ્યા રસ્તા, દ્વાર સમજણનાં ના ખૂલ્યાં
પીછો ના છોડયો દુઃખે જીવનમાં, માળા દુઃખની જપતા રહ્યા
શ્વાસો જીવનના ખૂટતા ગયા, કિનારા સુખના ના દેખાયા
જોનારાનાં આ જોઈ દિલ હલ્યાં, માડી તારાં દિલ કેમ ના હલ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)