માડી તારા વિના, જગમાં કોઈ નથી, મારું, જગમાં કોઈ નથી મારું
ગણું ને માનું જગમાં જેને મારું, છે સહુ તનડામાં તો એ પૂરાયેલું
શ્વાસે શ્વાસે સાથે ને સાથે રહે તું માડી, નથી કોઈ બીજું તો રહી શકતું
દુઃખને ગણું ના દુઃખ મારું, દુઃખમાં પણ માડી તને હું નિહાળું
છું સંપત્તિવાન હું તો માડી, તારા નામની સંપત્તિ હૈયામાં પામું
રાખે જગમાં સદા હસતો મને તું, શાને પછી જગમાં હું મૂંઝાઉં
ઘટ ઘટમાં છે જ્યાં વાસ તારો, તારાં દર્શન નજર માંડું ત્યાં પામું
છું એક મીંડુ તારું, તારા વિના સંખ્યા બનવા ના હું પામું
છે ક્યાં ને ક્યાં નથી, ના એ જાણું, હૈયામાં અજવાળું જ્યાં તારું પામું
રહેજે વિચારોમાં ને ભાવોમાં સાથે ને સાથે, આશિષ એવા હું માંગું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)