મન, કરે છે શાને આટલા ધમપછાડા, થાય કદી ગમતું, કદી અણગમતું
કરી કરી ખૂબ ધમપછાડા જીવનમાં, રહ્યું છે હૈયાને તો એમાં કનડતું
રહેવું છે જગમાં તારે તો ફરવું ને ફરવું, નથી એક જગ્યાએ ઠરીઠામ બેસવું
ફરી ફરી રહે છે તું તો મોકળું, રહ્યું છે શાને દિલને એમાં તો બાંધતું
ફરવામાં દુઃખદર્દ નથી તને થાતું, દુઃખદર્દ રહ્યું છે દિલ એનું ઝીલતું
કરે વિચાર વિનાનું જ્યાં કાર્ય તું, રહે છે દિલ દુઃખ એનું અનુભવતું
કેમ દિલ સાથે એક બનીને નથી રહેતું, મળે છે શું હાથમાં તને એમાં શું
નથી જ્યાં ત્યાં ફરવામાં તું થાકતું, ભાવો તૂટતાં દિલ એમાં થાકી જાતું
છે વાસ જ્યાં બંનેનો એકસાથે, એક બનીને કેમ નથી રહેતું
એક બનીને જગમાં તો જીવનમાં, શક્તિનું બિંદુ કેમ નથી બની જાતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)