જીવશો જેવું જીવન જગમાં, જીવન એવું તો બનશે
બન્યા વાતમાં જ્યાં લિપ્તિત, જીવન મેલું એમાં થાશે
શુદ્ધતાની મુસાફરીમાં, આ વાત ધ્યાનમાં રાખવી પડશે
વળગાડયું હોય દુઃખ જેણે હૈયાએ, એ તો દુઃખી રહેશે
ગુણ-અવગુણોના ગુણગ્રાહી બનવા લક્ષ્યમાં રાખવું પડશે
ખૂટી ધીરજ જીવનમાં જ્યાં, જીવનમાં પડઘા એના પડશે
નથી નકામી રાહ કોઈ જીવનની, કાંઈ ને કાંઈ દઈ જાશે
શું કરવું શું ના કરવું, નક્કી કરવામાં સમય વેડફાઈ જાશે
બીજી વાતોમાં ગૂંથાશે, ના પ્રભુમિલન એમાં થાશે
રાખજે કરવું બધું હાથમાં તારા, મજબૂરી જોજે ના જકડી લેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)