મનડાં મારું કહ્યું તારે કરવું નથી, મારે તને મારું ગણવું નથી
જ્યાં ત્યાં ફરવું તારે છોડવું નથી, તારી પાછળ મારે દોડવું નથી
અધવચ્ચે છોડે છે કાર્યો, કાર્યો અધૂરાં પૂરાં કરવા નથી
ઓળખવો છે મારે તો મને, સાથ શાને તારો એમાં દેતો નથી
પ્રકૃતિ તારી તારે છોડવી નથી, બાધા નાખ્યા વિના એ રહેતી નથી
રહેશે શોધ સુખની એમાં અધૂરી, તારે લેવાદેવા જાણે એમાં નથી
જાય છે વીતતો સમય ફોગટ એમાં, જનમો સાથે તારે લેવાદેવા નથી
રહી રહી સાથે ને સાથે મુખ તારું, તું એમાં શાને જોતું નથી
રાખી છે ધીરજ હૈયે ભલે, ધીરજ ખૂટાડયા વિના રહેવું નથી
છે ભાવભર્યુ હૈયું તો મારું, ઠેસ એને તો પહોંચાડયા વિના રહેતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)