ભવોભવની કરી રહ્યો છું મુસાફરી ભવને ભૂલવાનો અનુભવ ના આપો
પ્રેમના આકાશનું છું એક પંખી, વિરહનો અનુભવ હવે ના આપો
તૃષાતુર બન્યો છું જીવનમાં જ્યાં, ખારા પાણીનો પ્યાલો ના આપો
મળ્યા છે માર જીવનમાં ઘણા, સાહસ ખોટું ખેડવાની વૃત્તિ ના આપો
અંગેઅંગં છે તંગ જ્યાં, વેર-વૃત્તિઓ જીવનમાં હવે વધુ ના આપો
ભૂલવા ને ભૂલવા મથું છું, તંગ કરે જીવનને, યાદ એવી હવે ના આપો
ભૂલવા છે અણગમતાં દૃશ્યો, દૃશ્યો નજરમાં હવે એવાં ના આપો
સ્વીકારી છે દિલે વાસ્તવિકતા, ખોટા દિલાસા જીવનને હવે ના આપો
દામન ફેલાવી બેઠા છીએ જીવનમાં, ફૂલને બદલે કાંટા ના આપો
રહ્યા છીએ પીતા ને પીતા ઝેર જીવનમાં, સંસારનાં ઝેર વધુ ના આપો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)