અમારા હાથ તો પ્રભુ તમે પકડો છો, હાથ તમારા ના દેખાયે છે
જુઓ છો તમારી નજરથી અમને તો, નજર તમારી અમને ના બનાવો
આવો નજદીક વારંવાર તમે, પગલાં તમારાં ના અમને સંભળાવો
સાંભળો છો હર વાત અમારી, ના કાન તમારા અમને બતાવો
ઝીલો જ્યાં સર્વે ભાવો અમારા, દાસ તમારા અમને ના બનાવો
બુદ્ધિથી પર છો વસ્યા તમે, અણસાર બુદ્ધિનો ના અમને આપો
સંસારનાં ઝેર તો અમને પીવરાવ્યાં, અમૃત હવે અમને પીવરાવો
સાંભળવા ચાહીએ છીએ તમને, ક્યારેક બે શબ્દ તો સંભળાવો
ગમીએ કે ના ગમીએ, તમારી નજરની બહાર ના અમને રાખો
હસતા રાખવા સદા મથો છો, તમને સદા હસતા રાખવા દો
સદા કરો છો કલ્યાણ અમારું, વરદ હસ્ત મસ્તકે એક વાર મૂકો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)