પ્રેમભર્યા શબ્દોથી, કર્યાં મેં ઘણા ઘણા તને રે કાલાવાલા
જગે ગણ્યા એને ગાંડા, લાગ્યા મારા વહાલા તને એ વહાલા
નજર રાખી, નજર ના હટાવી, તાંતણા પ્રેમના એમાં બંધાણા
હરેક વિચારો ને હરેક કાર્યોમાં, તમને ને તમને તો સમાવ્યા
તમારા પ્રેમપૂરમાં તણાયા, સાનભાન જગના ભુલાયા
દૃષ્ટિએ દૃષ્ટિએ તમે સમાયા, દ્વાર દિલનાં એમાં ખૂલ્યાં
જ્યાં પથ તમારા લાગ્યા પ્યારા, સંસારપથના મેળ ના ખાધા
સર્વ રીતે જ્યાં દિલે સ્વીકાર્યા, હાથ અડચણના હેઠા પડયા
લગાવી ના શક્યા દુઃખદર્દના વાવટા, તમારે હાથ સુકાન સોંપાયા
સ્વપન જાગૃતિમાં તમે છવાયા, રંગ દિલના તો બદલાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)