જગ તો આ કહેતું આવ્યું છે (2)
લાગી જાય નજર જો કોઈ ને કોઈની, દુનિયા એની એમાં બદલાઈ જાય
રાહ જોઈ બેઠો છું તારી રે પ્રભુ, નજર તારી ક્યારે મને લાગી જાય
ખૂબ સતાવ્યું કિસ્મતે મને, જોઉં છું રાહ, મીઠી નજર તારી મળી જાય
જીવનમાં તારી પ્રેમભરી એક નજર મળી જાય, જીવન પ્રેમનો સાગર બની જાય
કૃપાભરી નજર જીવનમાં તારી મળી જાય, જીવનમાં શુંનું શું તો થઈ જાય
તારી દયાની નજર જો મળી જાય, હાથ કિસ્મતના એમાં હેઠા પડી જાય
સંતોષભરી નજર તારી હૈયાને મળી જાય, હૈયું ભક્તિમાં તો છલકાઈ જાય
તારી સ્નેહભરી નજર જો જીવનને મળી જાય, જીવનને સાચો મારગ મળી જાય
તારી યાદભરી નજર જો જીવનમાં મળી જાય, પુણ્યના મારગે જીવન વીતતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)