મનુષ્યજનમ મળ્યો આપણને, માનવતાના રંગમાં રંગાઈ જઈએ
ચાલો આપણે વીર બનીએ, ચાલો આપણે મહાવીર બનીએ
ભૂલી વેરવિકાર હૈયેથી, ચાલો સમતાના ભાવો હૈયામાં ભરીએ
અહંકાર મિટાવી હૈયેથી, ચાલો જીવનમાં તો આપણે નમ્ર બનીએ
રાખી ના દ્વેષ કોઈ માટે, નમ્ર બની સહુને તો વંદન કરીએ
ત્યજી રાહ અસત્યની જીવનમાં, ચાલો સત્યની રાહે ચાલીએ
શારીરિક-માનસિક દર્દથી ઉપર ઊઠીએ, ચાલો આપણે ધીર બનીએ
તારુંમારું મિટાવી, ચાલો આપણે પરમાત્મામાં ચિત્ત જોડીએ
માયા-મમતા ત્યજીને જીવનમાં, ચાલો આપણે પરમાત્મામાં લીન બનીએ
તૂટેલા વિશ્વાસના રે તાંતણા, ચાલો વિશ્વાસથી જીવનમાં જોડીએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)