હકીકતની હોળી કે કરશો અવગણના, આવશે દુઃખ ધસતું ને ધસતું
રહેશે હકીકત છૂપી ક્યાં સુધી, સામે આવ્યા વિના એ રહેવાની નથી
છટકી છટકશો ક્યાં સુધી, સામનો કર્યાં વિના તો રહેવાનું નથી
પાથરશે પાથરણું હકીકત, સંભાળવું મુશ્કેલ બન્યા વિના રહેવાનું નથી
રોગના મૂળના સડોને, અટકાવ્યા વિના તો કાંઈ છૂટકો નથી
ગમે કે ના ગમે, હકીકત એ હકીકત રહેવાની, સ્વીકાર્યા વિના છૂટકો નથી
ભાગશો કે ડરશો એમાં, સામનો કર્યાં વિના એમાં રહેવાનું નથી
સહજ સ્વીકારો કે હારીને સ્વીકારો, હકીકતમાં બદલી થવાની નથી
મળે મારગ તોફાનોમાંથી, હકીકતમાંથી મારગ મળ્યા વિના રહેવાના નથી
અજાણપણે અંદાજ ના હતો, હકીકત અંદાજ આપ્યા વિના રહેતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)