અરે અનામી અનામી, આવી જા સામે બનીને નામી
આવીશ સામે નથી બનાવવા, તને ફરિયાદમાં ફરિયાદી
વ્હાવજો પ્રેમની ધારા, બનશો ના શુષ્કતાના અવતારી
પ્રેમમાં ને પ્રેમમાં તારા, ઊઠશે તાર હૈયાના ઝણઝણી
કરશું પાન સૌંદર્યનાં તારા, દેજે આંખડી અમારી ઠારી
રહેજો સાથે સદા, બનશું અનોખા એકબીજાના સાથી
દુઃખદર્દની હસ્તીને, દેજો મારા હૈયામાંથી ભગાડી
ધરવાના નથી, તમારી પાસે જરૂરિયાતોની યાદી
નજર અમારા ઉપર રાખી, દેજો કરુણામાં નવરાવી
ભાવોની સંપત્તિ અમારી, દેશું ધરી ચરણમાં તમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)