એ એક નજર મને એવી મળી, મળતાં બીજી નજરોની જરૂર ના પડી
વ્હેતી હતી પ્રેમની સરિતા એમાં, હતી પ્રેમની ઉષ્મા એમાં ભરી ભરી
એ નજરે દીધી હસ્તી મારી ભુલાવી, હતી પ્રેમની એમાં ખાલી હસ્તી
પરિવર્તન દિલનું એવું લાવી દીધો દિલમાં સંતોષ છલકાવી
હતા ઊગ્યા અહંના છોડ હૈયામાં, દીધા હૈયામાંથી બધા ખેંચી
અપૂર્ણતાનો અહેસાસ દીધો ભુલાવી, દીધો પૂર્ણતાથી પાંખમાં સમાવી
દુઃખદર્દ દિલના દીધા હટાવી, મુસાફરી દિલની દીધી કરાવી
હસતા હસતા ખેલ એવા ખેલી, અજાણતાની દીવાલ દીધી તોડી
ઊંડી ઊંડી દિલમાં એવી ઊતરી, જાણે એ નજર ખુદની બની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)