ફરશો જગમાં ભલે જ્યાં ને ત્યાં, પ્રભુ વિના સાચી કિંમત કોણ કરશે
ના લાંચ રૂશવત ચાલશે, ના શકે શરમમાં આવશે, સાચી કિંમત એ તો કરશે
ના છૂપું એની પાસે રહેશે રજે રજના પાસાથી વાકેફ હશે, સાચી કિંમત એ તો કરશે
અંતરના ઊંડાણ સુધી પ્હોચશે કોઈ વાતથી અજાણ હશે, સાચી કિંમત એ તો કરશે
ભાવે ભાવમાં હશે ડુબેલા, ભાવથી પર એ રહેશે, સાચી કિંમત એ તો કરશે
પળમાં નિર્ણય એ કરશે, ના નિર્ણયમાં બદલી કરશે, સાચી કિંમત એ તો કરશે
નથી અન્ય પાસે યાચનાર સહુને તો છે એ દેનાર, સાચી કિંમત તો એ કરશે
પરમ મક્કમ એ તો હશે, નજર બહાર ના કાંઈ હશે, સાચી કિંમત એ તો કરશે
હિત સહુનું એ તો જોશે, નૂક્શાન ના એ કોઈનું કરશે, સાચી કિંમત એ તો કરશે
પ્રેમની રંગતાથી સહુને રંગશે, ના વેર એ કોઈથી કરશે, સાચી કિંમત તો એ કરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)