અનેક પંખીડા બેઠા એક જ ડાળઉપર (2)
ઉડી ગયા જુદી જુદી દિશામાં કરવા અરામ બેઠા એક જ ડાળ ઉપર
માનવી પંખીડા પાંખો કર્મોની ફફડાવી, થયા છે ભેગા આ ધરતી ઉપર
ફફડાવી ફફડાવી પાંખો કર્મોની, કર્મોની દિશામાં એ ઉડી જવાના
ક્યાં મેળાપ ઘડી બેઘડીના, ફફડાવી પાંખો કર્મોની ઉડી જવાના
હતા પળ ભરના એ મુકામ, બાંધી બંધનો નવા એમાં બંધાયા
હતા મેળાપ પળ બે પળના, તાંતણા મજબૂત તોયે એમાં બંધાયા
ઉડયા કર્મોની પાંખોએ, પ્રીતના તાંતણા મજબૂત એમાં બંધાયા
ઉડયા ભલે ડાળ ઉપરથી દૃષ્ટિ મનડાની પાછી નાખતા રહ્યા
હતા લાચાર જ્યાં કર્મોની પાંખથી, ના રોકાયા એ રોકાઈ શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)