શંકાએ પાડયા છેદ જ્યાં વિશ્વાસમાં, ગયા છેદમાંથી ગ્રહો પ્રવેશી
સરળતામાં અહંમે પાડયા છેદ, ગયા ગ્રહો પ્રવેશી એમાં પ્રેમથી
યત્નોમાં આળસે પાડયા છેદ, કામ થયું ગ્રહોનું સરળતાથી
લોભ લાલચે પાડયા હૈયામાં છેદ, અડધું કામ થયું ગ્રહોનું પ્રેમથી
અંતરમાં વેરઝેરના બીજ વવાયા, કામ થઈ થયું ગ્રહોનું સરળતાથી
ઈર્ષ્યા આવી વસી જ્યાં હૈયેને નજરમાં, કર્યુ કામ પૂરું ગ્રહોએ પ્રેમથી
આવી હરકતો રહ્યા છે કરતા, ગ્રહો માનવીની યુગો યુગોથી
અસર અનુભવી રહ્યો માનવી, પડશે ફરક શું પૂજવાથી કે ન માનવાથી
ગ્રહોની પલોજણમાં પૂજા કરી શકતો નથી, અંતરમાં રહેલ પરમાત્માની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)