આંખનાં ઊનાં આંસુથી, પગ તારા પખાળીશ `મા'
હૈયાના સાચા પ્રેમથી, તને હું નવરાવીશ `મા'
શ્રદ્ધા કેરો માડી તારો દીવડો પ્રગટાવીશ `મા'
ધીરજ કેરું તેલ પૂરી, એને હું જલતો રાખીશ `મા'
તારામાં ચિત્ત પરોવી, તારી પાસે હું બેસીશ `મા'
મારા શુદ્ધ ભાવ થકી, તને ભાવતાં ભોજન ધરાવીશ `મા'
મારી કાલી-ઘેલી વાતથી, તું દુઃખ ના લગાડીશ `મા'
તારી સાથે જોડ્યો છે નાતો, એને હું નભાવીશ `મા'
મારા હૈયાની વાત તને સદા, હું કરતો રહીશ `મા'
તારા હૈયાની વાત સદા, હું સાંભળતો રહીશ `મા'
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)