થવાનું છે એ થાતું રહેશે, એને તો રોકનાર કોણ છે
જેની ઇચ્છા વિના પાંદડું ના હલે, એની ઇચ્છા જાણનાર કોણ છે
સુખ સંપત્તિના છે સહુ ચાહનાર, એના પામનાર તો કોણ છે
અણુએ અણુનાં વ્યાપ્ત છે જે, હૈયામાં સ્થાપનાર એના કોણ છે
ભાંગ્યાના ભેરું બની ઊભા રહે સદા, પોકારનાર એના કોણ છે
જોઈ રહે છે સારા વિશ્વને સદા, એને જોનારા કોણ છે
રહ્યા છે સહુના સાથી બની સદા, એને સાથ દેનાર કોણ છે
ખુલ્લીને બંધ આંખે રહે સહુને નીરખી, એનાથી છુપાનાર કોણ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)