વહેતા પ્રવાહ જગમાં, કિનારા એના શોધે છે
આવડી જાય વાળતા, ધાર્યે ઠેકાણે પહોંચાડાય છે
જીવનમાં વહેતા અનેક પ્રવાહો, કિનારા એના શોધે છે
અનેક લાગણીના પ્રવાહ વહે દિલમાં, હરેક કિનારા એના શોધે છે
પ્રેમ છે પ્રવાહ સહુમાં વહેતો, એ પાત્ર ને કિનારા એના શોધે છે
કંઈક લાગણીઓના પ્રવાહ ફૂટે અચાનક, મૂંઝવણ ઊભી કરે છે
બળવંતો પ્રવાહ, તાણે ખુદને ને અન્યને એમાં તાણે છે
કંઈક સાત્વિક પ્રવાહ, ખુદને તારે ને અન્યને તારે છે
કંઈક પ્રવાહ એવા, તણાયા જે એમાં એને એ ડુબાડે છે
દિલને ને મનમાં છે સ્થાન એના, સહું નાથવા મથે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)