પ્રભુ સંતોષમાં વસે છે, આનંદમાં એમાં રહે છે
પ્રભુ દિલના પ્રેમમાં ડૂબે છે, આનંદમાં એમાં રહે છે
પ્રભુ સરળતામાં વસે છે, આનંદમાં એમાં રહે છે
પ્રભુ નિઃસ્વાર્થમાં વસે છે, આનંદમાં એમાં રહે છે
પ્રભુ સંપમાં સદા રહે છે, આનંદમાં એમાં રહે છે
પ્રભુ સંયમમાં સદા રહે છે, આનંદમાં એમાં રહે છે
પ્રભુ ત્યાગમાં સદા રહે છે, આનંદમાં એમાં રહે છે
પ્રભુ સહુમાં તો વસે છે, આનંદમાં એમાં રહે છે
પ્રભુ સત્યમાં તો વસે છે, આનંદમાં એમાં રહે છે
પ્રભુ દુઃર્ગુણોમાં લીલા કરે છે, આનંદમાં એમાં રહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)