ધ્યાન ધરીશ, બનશે ધ્યાની, રોગ સંધરીશ બનીશ રોગી
સમજી જા આ જીવનમાં, બનીને જીવનમાં સમજણનો જોગી
ભોગમાં ડૂબીશ, બનીશ ભોગી, કરીશ ક્રોધ, રહીશ ક્રોધી
ડૂબ્યો રહીશ દુઃખમાં, બનીશ દુઃખી, છોડીશ ચિંતા, બનીશ સુખી
ખોવાશે આકારોમાં, બનીશ મોહી, કામમાં ડૂબીશ બનીશ કામી
દર્દી બની જીવશે, ના માણી શકશે મઝા તું જીવન જીવવાની
પામવુ છે શું તારે હાથ, કાઢતો ના એમાં અન્યની ખામી
બદલયા વગર દૃષ્ટિ, સુષ્ટિ આ નથી બદલવાની
જિંદગી તો છે અંતે પાપ પુણ્ય ની તો સરવાણી
સાર્થકતા પામવી છે જીવનની જીવનમાં, તો કર એવી તૈયારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)