જમાને જમાનાના અંદાજ બદલાય છે, નજરે નજરના અંદાજ બદલાય છે
પળે પળના શ્વાસો બદલાય છે, રહે છે, પ્રભુ તું એવો ને એવો ના તું બદલાય છે
સંજોગે સંજોગે સંજોગો બદલાય છે, દિવસો દિવસોને વરસો બદલાય છે
જગમાં સહુના સમય બદલાય છે, પ્રભુ તું છે એક એવો ના તું બદલાય છે
હૃદયે હૃદયના ભાવો બદલાય છે, ઇચ્છાઓ ને ઇચ્છાઓ બદલાય છે
આ જગમાં રસ્તા સહુના બદલાય છે, પ્રભુ તું છે એક એવો ના તું બદલાય છે
હરેક મનુષ્યના મનો બદલાય છે, વિચારો ને વિચારો બદલાય છે
જગમાં ભરતીને ઓટ બદલાય છે, પ્રભુ તું છે એક એવો ના તું બદલાય છે
માનવી માનવીના સ્વભાવ બદલાય છે, જોવાની દૃષ્ટિ પણ બદલાય છે,
જગમાં સુખદુઃખ પણ બદલાય છે, પ્રભુ તું છે એક એવો ના તું બદલાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)