વસવાવાળા આવશે દોડી, દેવા વસવા દિલમાં કોને, લેજે વિચારી
કરે આબાદ દિલની દુનિયા તારી, દેજે વસવા તો એને પ્રેમથી
ઉંચકી શકતો નથી ઉપાડા મનના તારા, ઉચંકી શકીશ વધારે ક્યાંથી
ખેંચાઈ ભાવોમાં હાલત બગાડી, વધારી પામીશ સ્થિરતા ક્યાંથી
મનને દિલ તારા રહ્યા નથી હાથમાં તારા, રહેશે બીજા ક્યાંથી
વસવા દેજે દિલમાં એને બનીને, રહે સર્વસમયના તારા સાથી
ખબર નથી કોણ છે કેવાં, આવ્યા ક્યાંથી, બનાવીશ ક્યાંથી સંગાથી
અજાણ્યા રહેશે જો અજાણ્યા, હૈયામાં વસવા દેવા એને ક્યાંથી
દુઃખમાં ભાગ લેવાને હોય ના જે તૈયાર, વસવા દેવા એને ક્યાંથી
અલગ હશે જો મંઝિલ, છૂટા એ પડવાના, હૈયામાં વસવા દેવા ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)