અનુભવો જીવનમાં આવે દિલને વિચારમાં નાખી જાયે
પોતાના જે ના સમજી શક્યા, પળની મુલાકાતમાં એ સમજી ગયા
પોતાના અજાણ્યા લાગ્યા, અજાણ્યા પોતાના બની ગયા
સ્વાર્થ ભરેલા હૈયા, ના સ્વાર્થ છોડી શક્યા, પળની મુલાકાતમાં સ્વાર્થ જાગયા
રહી રહીને નજદીક, એ દૂર રહી ગયા, દૂર દૂર રહીને નજદીક લાગ્યા
લાખ કોશિશે પ્રેમના તાંતણા ના મજબૂત થયા, પળની મુલાકાત એ કરી ગયા
અનુભવે અનુભવે જીવન ઘડાયા, જીવન સમૃધ્ધ તો એમાં બન્યા
ખેંચાયા જ્યાં સ્વાર્થમાં, અનુભવ ઘસાયા, ધક્કા જીવને સહન કર્યા
અનુભવે રડાવ્યા ઘણાને જીવનમાં, ઘણા અનુભવે જીવન તરી ગયા
અનુભવે અનુભવે જે ના સમજ્યા, ઠોકરો જીવનમાં ખાતા રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)