કરવા અરમાન પૂરા દિલના વિતાવ્યો સમય ઇંતેઝારીમાં
ગયું બાળપણ, ગઈ જુઓની, ના થઈ ક્ષણ પૂરી ઇંતેઝારીની
રહ્યા અરમાનો બદલાતા, અરમાનો અરમાનોને મારગ દેતા ગયા
જોઈ રાહ જીવનમાં જે ક્ષણની, ના થઈ ક્ષણ પૂરી ઇંતેજારીની
મધ જેવા લાગ્યા મીઠા જીવનમાં મોહ ભર્યા તો સપના
હકીકત ના એને બનાવી શક્યા, ના થઈ ક્ષણ પૂરી ઇંતેજારીની
હદ વટાવી ગઈ ઇંતેજારી, બેહદ વધી ગઈ દિલમાં ઇંતેજારી
સુખ ચેનને ના જીવનમાં કરવા દીધા, ના થઈ ક્ષણ પૂરી ઇંતેજારીની
માનો ન માનોની બદલાતી ગઈ જીવનમાં માન્યતા
હતી છુપાયેલ હૈયામાં આશા ઇંતેજારીની, ના થઈ ક્ષણ પૂરી ઇંતેજારીની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)