ક્ષણના આવેશને જિંદાદિલી કહી ના બિરદાવો
ક્ષણે ક્ષણ જીવનમાં જ્યાં મોતની જિંદગી જીવે છે
પ્રેમના આવેશને જિંદગીમાં ના રૂપાળા નામ આપો
જીવનની વાસ્તવિકતામાંથી ભાગવાના ના રસ્તા બનાવો
આળસને આરામનું રૂપાળું નામ આપી ના બિરદાવો
જીવનમાં આવું કરી પુરુષાર્થને પાછો ના હટાવો
નિષ્ફળતાને જીવનમાં ગળાનો હાર સમજી ના સજાવો
શોધી કારણ એના, રહેલી ભૂલોને એમાંથી સુધારો
મનમાનીઓને પ્રભુની મરજી કહીને ના બિરદાવો
કરીને આવું જીવનમાં પોતાની યોગ્યતા ના ઘટાડો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)