દિલ તો છે ખત છે યાદોનું, લખ્યું છે નામ એના પર તારું ને તારું
હર સમયે ખોલીને ખત, વાચું દિલ મારુ, લાગે એ પ્યારું ને પ્યારું
ઊઠે એમાંથી ફોરમ મહોબતની, લાગે એ ખ્વાબ પણ વ્હાલું
હતા સાથે ના જાણી શક્યા, દુરી દિલની દિલથી ના જીરવાયું
યાદોના સાગર છલકાતા હતા દિલમાં, આંસુના સાગર વહાવ્યું
યાદોની મસ્તીએ કરી મસ્તી જીવનમાં, જીવન મસ્ત એમાં બન્યું
ચાંદની ચાંદની, સૂરજની ગરમી, બધું એમાં તો ભુલાયું
દિલ ખોવાયું એમાં યાદોમાં, યાદો ને યાદોમાં જ્યાં દિલ લાગ્યું
એક સમયની હકીકત, યાદોના ખ્વાબ બની જળવાયું
એક એક યાદ છે યાદોનું પાનું, એ બધું છે દિલમાં સમાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)