અહિંસાનો ચાહક છું, સાધક રહેવું છે, પુજારી મારે બનવું નથી
હિંસા પળે પળે ને શ્વાસે શ્વાસે કરું છું, અહિંસાનો ઢોંગ કરવો નથી
જાણું છું છુપાયેલી છે હિંસા ક્રોધમાં, ક્રોધનો શિકાર તોય બનતો જાઉ છું
ઈર્ષ્યાને દૂર રાખી શકતો નથી નજરોથી, શિકાર એનો બનતો જાઉ છું
જરૂરિયતો વધારતો જાઉ છું, અન્યને વંચિત એમાં કરતો જાઉં છું
અન્યના હૈયાને વીંધી નાખું છું શબ્દથી, ખુદને અહિંસક ગણાવું છું
ખોટા વિચારોથી ને ખોટા ખયાલોથી રહ્યો છું ખૂન કરતો
ખોટી શંકાઓ ઊભી કરી, કંઈકના દિલ જલાવતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)